Friday, October 4, 2019

You have all rights

હક છે તને 

Gujarati poem for love. When you said to your that you have all rights. Poem in Gujarati shows your limitless feelings. If you sacrifice yourself for someone, this Gujarati poem will describe you perfectly.



હક છે તને 

બીજાનો ગુસ્સો મારા પર ઉતારી જા હક છે તને 
આ ખભા પર તારા આંસુઓ નીતારી જા હક છે તને 
હું કરતો રહીશ પુરી તારી બધી અપેક્ષાઓ 
અને મારી બધી આશાઓ તું નકારી જા હક છે તને

લાગણી થી વધારેલો મારો હાથ ચૂકી જા હક છે તને 
મારા રડતા હૃદય પર હસીનો શંખ ફુકી જા હક છે તને 
અરે વહાલી પ્રેમ તો મેં કર્યો તને આમાં તારો શું વાંક 
તો ભલે આ પ્રેમરાહ પર મને એકલો મૂકી જા હક છે તને

અરે યાદો ની દિવાલ પર તારું નામ કોરીને જા હક છે તને 
દુનીયાના ડરથી મને તરછોડીને જા હક છે તને 
વધયુ આપણી દોસ્તી નું દર્પણ તોડીને જા હક છે તને
અંત આવ્યો વાર્તાનો હવે સાચું બોલીને જા હક છે તને 
હું તો પાગલ પ્રેમી તારી આ નિર્દોષ આંખોનો 
ચાહતો રહીશ તને ભલે તું સાથ છોડીને જા હક છે તને

Gujarati love poem. Best Gujarati poem for love couple which describe your exact feelings as you have in your heart. 

No comments:

Post a Comment