Sunday, October 20, 2019

Just be quite

ચૂપ રહજે

Gujarati poem for love. When you said to your that you have all rights. Poem in Gujarati shows your limitless feelings. If you sacrifice yourself for someone, this Gujarati poem will describe you perfectly.



હૃદયને એક બાગમાં બંધ કરીને ચૂપ રહજે
વિચારોના આ પાણીમાં તરીને ચુપ રહજે

વાવ્યુ હતું જે બીજ તે બન્યું આજે વૃક્ષ છે
બની એક નકામું પાન ખરીને ચૂપ રહજે  

શરૂઆતે સફરનો હાથ થામ્યો છે પ્રેમથી
અંત આવે ના આવે તુ અતં બનીને ચૂપ રહજે 

અગણિત છે સુખો આ જીવનના વિશ્વમાં
ખાબોચિયા દુઃખોના હવે તું ગણીને ચૂપ રહજે 

ક્ષણો તો ઘણી વીતે છે આ સમયના ચક્રમાં 
ફરીથી તેને યાદો ની દુનિયા માં જીવીને ચૂપ રહજે 

સ્મિત ના સ્વરૂપો તો ઘણા છે તારી આસપાસ 
હસીના પડછાયામાં હવે મરીને ચૂપ રહજે

દુનિયા નહીં ફરે તો ચાલશે ઓ અપૂર્વ 
પણ તારા અંગતના દિલમાં તું ફરીને ચૂપ રહજે.


No comments:

Post a Comment