શું કરું
શું કરું
પ્રકૃતિ ડૂબે કોઈ જીલમાં તો શું કરુ
આંખમાંથી સરસે ગંગા તો શું કરું
મુખમાં ઉગે બાવળના બોર અપૂર્વ
વસાવી દિલમા કમળ હું શું કરું
મન તો છેડે છે મલ્હાર રાગ પણ
મળે અધૂરી નજરની સોગાત તો શું કરું
ચાલે છે કોઈ હાથી પ્રેમના વાદળ પર
ડૂબે એક માછલી પાણીમાં તો શું કરું
વધી વધીને બસ એક ફૂલ તોડીશ
નીકળે બગીચો કાંટાનો તો શું કરું
ઉગાડું એક ફૂલ હું માટીનુ ઇટમા
નીકળે માટી પથ્થર ની તો શું કરુ
હિંમતથી કરી તો દઉ પ્રેમનો ઈકરાર પણ
અંતમાં થાય એ પ્રેમ બીજાનો તો શું કરુ.
Gujarati poem which having some rhythmically words in it. Some nature content is also present. Poem in Gujarati shows your fear for your love.
No comments:
Post a Comment