Friday, October 11, 2019

I don't know that

ખબર ન હતી

Words with rhymes in Gujarati poem. Love poem in Gujarati. Heartfelt poem in Gujarati. Gujarati poem for lovers. Sad poem in Gujarati. Meaningful poem in Gujarati. Best Gujarati poem.


ખબર ન હતી

ખબર ન હતી તેની લાગણીઓ સમય સાથે બદલાય છે 
ખબર ન હતી લાલચની દુનિયામાં સપનાઓ વેચાય છે 
માનતો રહ્યો હું જેના સાથને અટૂટ આજ સુધી 
ખબર ન હતી કે તેની જરૂરિયાતોને અહીં પ્રેમ કહેવાય છે 

ખબર ન હતી આંખના પલકારામાં સંબંધો વિખરાય છે 
ખબર ન હતી હાથ ની રેખા પર તારું નામ કયા લખાય છે 
હું તો ચાહતો રહ્યો તને મારા સ્વભાવ પ્રમાણે 
ખબર ન હતી કે અહીં સ્વભાવની પણ કિંમત અંકાય છે 

ખબર ન હતી વાર્તાનો એક ભાગ વીરહનો ગણાય છે 
ખબર ન હતી તારા જીવનમાં મારું નામ ક્યાં બોલાય છે 
ખેર તુ તો જાય છે કહાનીમાં અલ્પવિરામ મુકી ને 
ખબર ન હતી કે આને જ તો પૂર્ણવિરામ કહેવાય છે.

When someone ditch you & if you don't have words to describe your feelings this Gujarati poem will suits you perfectly. Best breakup poem in Gujarati

No comments:

Post a Comment