Friday, August 9, 2019

The latest WE

The latest we

A poem about gadget. Poem about latest generation. Poem for latest we. poem of 2019. Poem about gadget generation. Poem about neck down generation. 


તૂટેલો પ્રેમ તે ઘણો મેળવી લીધો 
પણ મા-બાપના પ્રેમથી તુ વંચિત રહી ગયો 
આધુનિક યુગમાં તું આધુનિક થઈ ગયો

Facebook પર મિત્રોની ધારા વહાવી 
Status updates માં આખી જિંદગી સમાવી 
પણ ફળિયાના મિત્રોથી તુ દૂર રહી ગયો આધુનિક યુગમાં...... 

whatsapp પર wish કર્યા ઘણા તહેવારો 
જેમાં દૂર રહી ગયા આ બધા પરિવારો 
તહેવારોને તુ upload કરતા શીખી ગયો આધુનિક યુગમાં...... 

Android માં રમી લીધી તે બધી રમતો 
જેમાં ભૂલી ગયો તુ આ શરીરની શરતો 
હાર જીત તો mobile માં જ સહી ગયો આધુનિક યુગમાં....... 

2G 3G અને 4G વાપરી જોયું 
જે યાદ ન રહે તેને તે ગોખી જોયુ 
આ બ્રહ્મ મા તું તારી શક્તિને અપમાનિત કરી ગયો આધુનિક યુગમાં..... 

The latest poem which shows the reality of we, that how we are today. How we play, how we chat, how we make  friends, how we celebrate festival. So this is the latest we. 

No comments:

Post a Comment