Dad
Poem for dad. Poem about the dad. Poem about dad's feelings. Poem which shows the importance of dad. You will come to know how many sacrifices he did for us. Poem dedicated to my dad.
તમારા જન્મ માં એનો પણ ફાળો હતો કેવી રીતે ભુલી ગયા
માથા પર હાથ એનો પણ સુવાળો હતો કેવી રીતે ભૂલી ગયા
આંગળી પકડીને જેને ચાલતા શીખવાડ્યું
ખભે બેસાડીને દુર દર્શન કરાવ્યું
અરે મા ની ગેરહાજરીમાં શરીરને નવડાવ્યુ
અને school માં હાથ પકડીને પગલું મંડાવ્યું
એવું આ જીવન તેમના જ દુખો નો સરવાળો હતો કેવી રીતે ભૂલી ગયા
એક પિતા પણ લાગણીથી દિલવાળો હતો કેવી રીતે ભૂલી ગયા
જરૂર પડે બે લાફા મારી લીધા
તમે જેવા છો એવા તમને સ્વીકારી લીધા
સૌથી પહેલા ખવડાવવા તમને કોળીયા દીધા
અને કંઈક થાય તો બધા વચ્ચે બે બોલ કીધા મીઠા
એવામાં કહો કૃષ્ણ પણ કાળો હતો કેવી રીતે ભુલી ગયા
એક પિતા પણ લાગણીથી દિલવાળો હતો કેવી રીતે ભૂલી ગયા
શું જાણો છો તમે એની વ્યથા જે રડી પણ ના શકે
દિલ ખોલીને પોતાનું જીવન જીવી પણ ન શકે
મનપસંદ રંગ તો હોય પરંતુ રંગી ન શકે
અને પોતાના સ્વપ્નને સાકાર કરી પણ ન શકે
એ વ્યક્તિ અનેક શ્રેષ્ઠ જવાબદારી વાળો હતો કેવી રીતે ભુલી ગયા
એક પિતા પણ લાગણીથી દિલવાળો હતો કેવી રીતે ભૂલી ગયા
Poem of dad which tells us that there is also same importance of dad in our life just as our mom. Sacrifices also done by dad. So some essay should also write for the dad. Let's dedicate this to our dad. Don't wait for Father's day.
Super
ReplyDelete