Sunday, August 11, 2019

Dream of childhood

Dream of childhood.
(સપનું બાળપણનું)

A poem about childhood. Poem for childhood. Poem about fun. Poem about responsibility. Poem about dream. 

તે દિવસે હતો હું ઘણો ઉદાસ 
મુખમાંથી શબ્દ નિકળતો હતો કાશ 

રાત્રે જેમતેમ કરીને હું સૂઈ ગયો 
સવારે ઉઠતા જ નાનો બની ગયો 

આખો દિવસ મે ઘણી મસ્તી કરી 
બીજી બધી વાતોને મન માંથી ખસ્તી કરી 

પછી શાંતિથી બેસીને લીધો ઊંડો શ્વાસ 
કારણ કે આખો દિવસ કર્યો આનંદ ને ઉલ્લાસ 

ત્યારે અચાનક વાગી મને એક ઠોકર 
હસતો હતો મારા જેવો નાનપણનો જોકર 

આંખ ખુલી ત્યારે મને યાદ આવ્યુ 
સપનુ બાળપણનું મને ખૂબ ભાવ્યુ 

આ સ્વપ્ન એ મને કરાયું જવાબદારીનું ભાન 
દરેક ઉંમરની હોય છે પોતાની ઓળખાણ 

જીવતા શીખવાડી ગયું સપનું બાળપણ નું 
મહત્વ હોય છે દરેક પલ ના આગમનનું 

અંતમાં, ખૂબ મહત્વ છે તમારા નાનપણનુ 
કારણ કે બધાને નથી આવતું સપનું બાળપણનું.

Poem about dream , a dream which is very common for all of us when we are tired from this routine robotics life. 
At that time we got dream of our childhood & then we feel like living again. 

No comments:

Post a Comment