Deep love
It's poem of love. Deep love poem. Gujarati poem. Jid poem. Husband wife poem.
It's poem of love. Deep love poem. Gujarati poem. Jid poem. Husband wife poem.
તારા મન ગગનમાં પંખી બની ઉડવાની જીદ છે
તારી આંખોના બાગમાં ફૂલ બની મહેકવાની જીદ છે
તારાઓની જેમ હશે આશિકો તારા આ દુનિયામાં
બની ચાંદ તારા દિલ દીવડાંમા પ્રગટવાની જીદ છે
લાખો અવાજ સંભળાઈ છે તારી આસપાસ છતાં
પતંગિયું બની તારા કાનમાં ચેહકવાની જીદ છે
પ્રેમના અનેક રુપ લઈને આવે છે બધા તારી પાસે
બની પવન તારા ગાલ પર સરકવાની જીદ છે
હજુ પણ ઘણા પગલા બાકી છે આ દોસ્તી ના
પણ હવે બસ આ મંઝિલ પર અટકવાની જીદ છે.
It's poem about when you are deeply in love with someone. You forget everything. And your desires describe in this way.