Tuesday, September 24, 2019

The wet paper

The wet paper

Best Gujarati poem. About breakup poem in Gujarati for your pen & paper. When you describe your feelings, it's not only you but pen & paper also gives you their support. Gujarati poem for love failure.

હાર્યો એક પ્રેમી પ્રેમજાલમાં 
દ્વેષના તીર વાગ્યાં પ્રેમની ઢાલમાં 

ત્યારે યાદ આવ્યો તેને એક મંત્ર 
હું પણ વ્યક્ત કરું ભાવનાઓનું યંત્ર 

કલમ ઉઠાવી તેને પહેલી વાર 
શબ્દ નો આરંભ કર્યો "એકવાર"

લખાણ તેનું ક્રોધ વરસાવતું ગયું
મનને શાંતિનો માર્ગ દર્શાવતું ગયુ 

કલમ ને કાગળ આ બધું જોતા હતા 
એ પ્રેમી ની વ્યથામાં તેઓ પણ રોતા હતા

સહનશીલતાની લકીર કાગળે કરી હવે પાર 
આંસુઓ વરસાવ્યા તેને પોતાની આરપાર

એ પોતે તો થઈ ગયું સંપૂર્ણ ભીનુ 
બોલ્યું કે આ પ્રેમની વ્યથા હવે હું છીનુ 

ભીનુ કાગળ જોઇને પ્રેમી બોલી ઉઠ્યો 
મારા પ્રતિ તારા પ્રેમથી હું ડોલી ઉઠ્યો 

હવે નથી કોઈ વાર્તા બાકી આગળ 
આ જ હતું એક આપણું ભીનુ કાગળ 

Gujarati poem in which you will get to know how your tears can wet your paper. Love poem in Gujarati. Describe a great imagination. Breakup poem in Gujarati. 

No comments:

Post a Comment